બે ઘડીની જિંદગી,ચાલ જીવી લઇયે, કોણે દિઠી કાલ ? આજ જીવી લઇયે. દિવસે તુ તારામાં,હું મારામાં વ્યસ્ત, છોડ દિવસની વાત,રાત જીવી લઇયે. ચહેરા પર મહોરા,હાસ્ય ને મુસ્કાન ના, ઉતારી એ મુખવટા,આજ જીવી લઇયે. જીવન છે મૂડી,ને સપનાઓ છે વ્યાજ, મૂડી નહીં તો આવ વ્યાજ જીવી લઇયે. તુ બને રાગ ,ને હું બનું તારી રાગિની, સપ્તસુરોનો બની સાજ જીવી લઇયે. નિમિશા તારી છાયા,ને તુ એનો શ્વાસ, ક્ષણ માટે એકબીજા માંજ જીવી લઇયે. -નિમિશા મિસ્ત્રી.
No comments:
Post a Comment